જ્યારે જ્યારે સરકારને પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે સરકારના મંત્રી, ઓફિસરો કે સરકારી પ્રવક્તા ને બદલે સતા પક્ષના પ્રવક્તા ખુલાસો કે જવાબ શું કામ આપે છે?

સરકાર ના કાર્યો નો ખુલાસો કરવાની જવાબદારી સરકારની નથી?

જો સરકાર દ્વારા મૌખિક કે લેખિત ખુલાસા કે જવાબ જો ખોટા કે ભૂલ ભરેલ હોય તો જે તે મંત્રી કે ઓફિસરો સામે પગલાં લઈ શકાય છે.

પરંતુ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવેલ ખુલાસો સરકારને બંધનકર્તા નથી. અને સરકારને કરેલ પ્રશ્નોનો ખુલાસો કરતી વખતે સત્તા પક્ષના પ્રવક્તા દ્વારા કરવામાં ખોટો કે અધૂરો હોય તો પણ જે તે પક્ષ ની કોઈ જવાબદારી નથી થતી.

વળી જ્યારે સત્તા પક્ષ ના પ્રવક્તા ખુલાસો કરે ત્યારે વિરોધ પક્ષ પર આક્ષેપો કરી વાત આસાની થી ફેરવી નાખે છે.

જેથી સરકાર ને કરવામાં આવેલ પ્રશ્નોનો જવાબ સરકારે જ આપવાનો રહે છે અને સત્તા પક્ષ દ્વારા કરવામાં આવેલ ખુલાસો સ્વીકારવા પાત્ર રહેતો નથી.